Summer Time vs Electricity
શું તમારે વીજળી બીલ વધારે આવે છે?
ઉનાળાના તાપ દિવસે દિવસે વધી રહ્યા છે. જેથી ઘરમાં ફ્રીઝ, AC, કુલર નો ઉપયોગ પણ વધારે પ્રમાણમાં થાય છે. હાલના સમયમા ઇલેક્ટ્રિક ઉપકરણો વધારે ઉપયોગ થવાના કરણે દિવસેને દિવસે વીજળી નો વપરાશ વધતો જાય છે, અને જયારે બીલ આવે ત્યારે આપણે આવું વિચારીએ કે ઓહ આ વખતે કે વધારે બીલ આવ્યું અને સાથે સાથે હૃદયના ધબકારા પણ વધી જાય છે, બીલ વધારે આવવાનું કારણ સમજો તો ચોક્કસ પણે વીજળીનું બિલ ઓછું કરી શકાય છે, વીજળી વપરાશ બાબતે નજીવી પરેજી રાખો તો ઘણો ફાયદો થશે, તો જોઈએ ક્યાં ક્યાં કારણો થી વીજળી બીલ વધારે આવે છે.
જો તમારું ફ્રીઝ ખાલી રહેતું હોય તો તેનાથી વધારે વીજળી વપરાય છે, જેથી બને ત્યાં સુધી ફ્રીઝમાં હંમેશા ફળ અને શાકભાજી રાખો અને સાથે જ ફ્રીઝને હંમેશા નોર્મલ મોડ અથવા લોવર મોડ પર રાખો. આજકાલ સોલર પેનલ પણ ખૂબ સસ્તામાં મળી રહ્યા છે, રોજના કામ માટે તમે સોલર પેનલ પણ લગાવી શકો છો. જેનાથી વીજળીનો ખૂબ ઓછો ખર્ચ થશે, અને સોલાર તમારું વીજળી નું બીલ અડધા થી પણ ઓછુ કરી દેશે. ગરમ પાણી કરવા માટે જો વોટર હીટર છે તો તેને હંમેશા 48 ડીગ્રી પર રાખો, અને સાદા હીટરનો બિલકુલ ઉપયોગ ના કરવો જેથી વીજળી ખર્ચમા ઘણો ઘટાડો આવશે.
કેટલાક લોકો ગરમીમાં એસીનો ઉપયોગ કરે છે અને જરૂર ન હોય તો પણ AC ચાલુ રાખવું તેનો કાઈ મતલબ નથી તેથી બને ત્યાં સુધી AC નો ઉપયોગ ઓછો કરવો જેથી વીજળી અને સ્વાસ્થ્યમા બનેમા સુધારો આવશે, અથવા કુલર નો પણ ઉપયોગ કરી શકો છો.
Comments
Post a Comment