Guinness World Records by Devendrabhai

સાબરકાંઠાના દેવેન્દ્રભાઈ ગીનીઝ બૂક ઓફ રેર્કોર્ડમાં, ગુજરાતનું નામ રોશન કર્યું
#Congratulations #DevendraBhai | Guinness World Records | #GrabComputer #Gujarat India | #NetSource
ગીનીઝ બૂકમાં નામ આવવું એ કઈ સામાન્ય વાત નથી. વર્લ્ડ રેકોર્ડને લઈનેકેટલીક વાતો એવી હોય છે કે જે માનવામાં પણ ન આવે. સામાન્ય રીતે કોઈ ખાસ સિદ્ધિ મેળવવા માટે વર્લ્ડ રેકોર્ડ બૂકમાં નામ રજિસ્ટર્ડ થતું હોય છે. પણ સાબરકાંઠાના દેવેન્દ્રભાઈ સુથારે શારીરિક વિશિષ્ટતાને કારણે ગીનીઝ બૂક વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક રેકોર્ડમાં સ્થાન પામ્યા છે. તેમનું નામ એમેઝિંગ કેટેગરીમાં નોંધવામાં આવ્યું છે. દેવેન્દ્રભાઈ સુથારે ગીનીઝ બૂક વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક રેકોર્ડમાં સ્થાન પામી ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે.

સાબરકાંઠાના ગાંભોઇ ગામ ખાતે રહેતા દેવેન્દ્રભાઈ સુથાર પોતાના હાથપગની આંગળીઓના કારણે એક અનોખી વિશિષ્ટતા ધરાવે છે. દેવન્દ્રભાઇને હાથેપગે મળીને કુલ 28 આંગળીઓ છે. દેવેન્દ્રભાઈની એન્ટ્રી પહેલાં ગીનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 24 આંગળીઓ ધરાવતી વ્યક્તિનું નામ નોંધાયેલું હતું. પરંતુ હવેથી વિશ્વમાં સૌથી વધુ 28 આંગળીઓ ધરાવતા દેવેન્દ્રભાઈનું નામ ગીનીશ બુક વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક રેકોર્ડમાં નોંધાઇ ગયું છે.
દેવેન્દ્રભાઈએ જોકે આત્મવિશ્વાસ અને હિંમતના કારણે તેમને કુદરતે આપેલી દુનિયાની અજાયબીને બરકરાર રાખી જીવનમાં આગળ વધવાનું સ્વીકારી લીધું છે. તેઓ ખુદ સુથારી કામ કરે છે. તેમને સૌથી વધું મુશ્કેલીતો પગરખાં માટે પડે છે અને તેમના પગના માપના બૂટ તો હજી સુધી મળ્યાં નથી. તેઓ ચપ્પલ પહેરે છે. આમછતાં પારિવારિક સાથને કારણે તેમને જીવન વિશે કોઈ ફરિયાદ નથી. છતાં પણ તેમનાં પત્ની પારૂલબહેનના સાથના કારણે તેઓ જીવનરથ હંકારી રહ્યાં છે.
#GrabComputer #JaiHind
 https://www.facebook.com/grabcomputer

Comments

  1. How to enroll in Guinness Book I want to enroll for Burpis Pool Sub

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

कंप्यूटर कोर्स की बुनियादी बातें सीखें

Swagat Online

Redmi 5A